Featured

First blog post

This is your very first post. Click the Edit link to modify or delete it, or start a new post. If you like, use this post to tell readers why you started this blog and what you plan to do with it.

post

કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં ” *RIP* ” શબ્દ નો ખુબજ ઉપયોગ કરે …મિત્રો મારે તમને ઍક વાત કરવી છે…
“🙏” *માફી સાથે જરા એક વાત કરું છું* “🙏”
*What is Rest in Peace ( RIP ) ?*
આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે,
વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિી ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને,
*RIP* શબ્દનો અર્થ છે *”Rest in Peace”* *(શાંતિથી આરામ કરો)*,
આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય,
ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ *‘Judgement Day’* કે *”क़यामत का दिन”* આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે,
એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે,
પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે,
શરીર નશ્વર છે એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે,
માટે હિંદુ વિચારધારા મુજબ
*”Rest in Peace”* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે,
એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે,
મિત્રો, હિંદુ જીવાત્મા માટે *‘શ્રદ્ધાંજલિ’* or *‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય,
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* *“Aatmane Sadgati Prapt Thay”* *(ASPT) લખો તો ચાલે.
(સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે)

Advertisements

ધડ વગર ના શિશ.

જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ? એ શીશ હતા મહીયા રાજપૂત શુરવીરોના. જુનાગઢના મહીયા રાજપૂતોઓએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં મહીયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા. આ રાજપૂતોને અંગ્રેજ હકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી મહીયા રાજપૂતોના શુરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને માથાવાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા.
—–
સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કર વસુલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહીયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જલીયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરીની 1883ની વહેલી સવારે થયો હતો.
—–
ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં શહિદોની ખાંભીઓ જોવા મળે છે. કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ નિશાની છે એ મહીયા રાજપૂતોના વીર શહિદોના શહાદતની અને તેમની વિરતાની
રાજપૂત સમાજના શહિદોની 135મી પુણ્યતિથીએ મહીયા રાજપુત સમાજના અગ્રણીઓ, નવયુવાનો, અને બાળકોએ તેમના પુર્વજોની સમાધી ઉપર શ્રધ્ધાજંલી અપર્ણ કરી હતી અને આ શહિદોના સ્થળને લોકો કાયમી રીતે યાદ રાખે તે માટે સરકાર પાસે શહિદ સ્મારક જાહેર કરવા અને પર્યટન સ્થળ વિકસાવાની માંગણી કરી હતી.

બેટી બચાવો બેટી વધાવો.

કુંવારા બબ્બે દિકરા યુવાની વટાવી ચુકયા …!!!
ત્રીજો દિકરો પણ ભણીને નવરો થતા ,
સરપંચ પિતાની ચિંતા એ મનમાં વાવાજોડા નુ રુપ લીધુ ..
કોનો વાંક ?
શુ વાંક ?
ઘરમાં ઉંમર વટાવી ચુકેલા ત્રણ-ત્રણ સાપના …!!
નહી .. !!
“કુવામાં વપરાતા ભડાકા ના ટેટા ના ભારા ”
ને જોઈ ને એક પિતાનુ કાળજુ ,
શિંહ સામે આવતા બકરુ થથરે તેમ થરથરતુ હતુ …
એમાં’ય કોક સગો આવે કે ગામનો એકા’દ અવળચંડો પોતાનુ વેર વાળવા પુછી લે કે …
‘સરપંચ ….! ઓણ તો ત્રણેય નુ ઠોકી દેવાના હશોને ?
ભલે જલસો થઈ જાય ….!!
સરપંચ ના મનમાં અંઘારી રાત જેવો સન્નાટો ફેલાવા છતા હિંમત કરીને ખોંખારો ખાઈ કહે કે હા .. હો …!!!
રાત ના સન્નાટા માં સરપંચ ભર નિંદર માં ઝબકીને ઘરવાળી ને કહે ..
“અલી જાગેશ ?”
ભયથી ઘરવાળી બોલે ..’ શુ થ્યુ ?’
કંઈ ન’ય .. આતો નિંદર નથ આવતી ..
ગુંગળામણ થાય શે …,!
ધની કાકી પાણી આપી રાતે ૩ વાગે પુછે …’ હે પટેલ .. તે’દી એકાદી દિકરી ને જનમવા દીધી હોત તો હારુ હતુ ન’ય ?
એય .. સામે સામુ સગપણ ભલેને થાય …
મારે’ય વવ આવેત ..
ને રોફ થી વવને કહેત …” વાડીયે જાઉશુ હો .. બપોરે શાક રોટલા ને દાળ-ભાત બધુય કરજે હો …
તારા દાળભાત મને બવ ભાવે શે ..!’
અત્યાર સુધી ચુપ રહેલ ધરમશી પટેલ ની આંખમાં જળજળીયા ઊભરાયા ..
દબાતા અવાજે એટલુ બોલ્યા ..
‘પણ હવે કારતક મહીને કણબી ડાયો …શુ કરવુ ..’
આખરે પરોઢીયે મંદિરની આરતી નો શંખ વાગ્યો કે પટેલ -પટલાણી હબકી ગયા …
ને ,
આજની રાત તો પુરી થઈ ગઈ.. એવા સંતોષ સાથે મોઢુ ધોઈ મંદિરે ચાલ્યા ..!!
પણ આ ધુંધવાટ પાછો દી ચડે ત્યારે ચડી ગયો ..
ચોરે ગ્રામસભા ભરી ..ગિર ના શિંહની જેમ ગર્જના કરી સરપંચ બોલ્યા :-” સરકાર નો વહીવટ કથળ્યો છે .. યુવાનો બેરોજગાર છે …..
હવે લાંબુ ખેંચાય તેમ નથી …!
સરકાર હવે અઠવાડીયા માં ગામની સમસ્યા ન’ય ઉકેલે તો ..?
હુ ખુદ કલેકટર ઓફીસ માં આત્મદાહ કરીશ..!!
મારી દિકરી સરકારે તો જિવવા જેવુ જ નથ રે’વા દીધુ ….!!!
(બેટી બચાવો .. બેટી જન્મ વધાવો ..
પૈસા તો કમાયે મળશે ..
બેટી ખેતર માં ન’ય ઉગે …
આજનો બેટી જન્મ ..
આવતી કાલનુ ભવિષ્ય સુનિષ્ચિત..

મૃત્યુ અને આત્મા

जाने मृत्यु ओर आत्मा के गुप्त रहस्यों के बारे में जो स्वयं मृत्यु के देवता यमराज ने बताये थे नचिकेता को?

हमारे हिन्दू धर्म में विश्वास है की किसी भी मनुष्य की मृत्यु के पश्चात उस मनुष्य की आत्मा को यमदूतों दवारा यामलोग ले जाया जाता है जहाँ उस आत्मा को मृत्यु के देव व सूर्य पुत्र यमराज का सामना करना पड़ता है, तथा उसके अच्छे या बुरे कर्मो के हिसाब से वह स्वर्ग अथवा नरक पाता है।

पुराणिक कथाओ में दो ऐसी कथाएँ मिलती है जिसमे बताया गया है की स्वयं मृत्युदेव यमराज को भी साधारण मनुष्य के आगे मजबूर होना पड़ा था. पहली कथा के अनुसार यमराज को पतिव्रता सवित्री के जिद के आगे उसके मृत पति सत्यवान को जीवित करना पड़ा था. तथा दूसरी कथा एक बालक से संबंधित है, जिसमे बालक नचिकेता के हठ के आगे यमराज ने उसे मृत्यु से संबंधित गूढ़ रहस्य बताये थे।

आइये जानते है आखिर क्यों बालक नचिकेता को यमराज से मृत्यु के रहस्यों को जानने की जरूरत पड़ी और क्या थे ये रहस्य ?

नचिकेता वाजश्रवस ऋषि के पुत्र थे, एक बार वाजश्रवस ऋषि ने अपने आश्रम में विश्वजीत नामक यज्ञ करवाया. इस यज्ञ के सम्पन्न होने के पश्चात अब दान-दक्षिणा की बारी आई।

वाजश्रवस ऋषि ने यज्ञ में सम्लित ब्राह्मणो को ऐसी गाये दान में दी जो पूरी तरह से कमजोर और बूढी हो चुकी थी. नचिकेता धर्मिक प्रवर्ति के और बुद्धिमान थे, वह समझ गए थे की उनके पिता ने मोह के कारण स्वस्थ एवं जवान गायों के स्थान पर कमजोर एवं बीमार गाये ब्राह्मणो को दान दी।

नचिकेता अपने पिता के समाने गए और उनसे यह सवाल किया की पिता जी आप मुझे दान में किसे देंगे. वाजश्रवस ऋषि ने नचिकेता को डाट झपट कर दूर करना चाहा परन्तु नचिकेता ने अपना सवाल पूछना जारी रखा तब वाजश्रवस ऋषि ने क्रोधित होकर नचिकेता से कहा की में तुम्हे यमराज को दान करता हूँ।

नचिकेता बहुत आज्ञाकारी पुत्र थे अतः वह अपने पिता की इच्छा पूरी करने यमलोक गए तथा यमलोक के द्वार पर तीन दिन तक बगैर कुछ खाये पीये यमराज की प्रतीक्षा करते रहे। तब बालक नचिकेता की भूखे प्यासे यमराज के द्वार में खड़े होने की खबर सुन स्वयं यमराज ने नचिकेता को दर्शन दिया तथा नचिकेता के प्रश्न पर यमराज ने उन्हें मृत्यु से जुड़े जो रहस्य बताए वह इस प्रकार है।

किस तरह शरीर से होता है ब्रह्म का ज्ञान व दर्शन?

मनुष्य शरीर दो आंखं, दो कान, दो नाक के छिद्र, एक मुंह, ब्रह्मरन्ध्र, नाभि, गुदा और शिश्न के रूप में 11 दरवाजों वाले नगर की तरह है, जो ब्रह्म की नगरी ही है. वे मनुष्य के हृदय में रहते हैं. इस रहस्य को समझकर जो मनुष्य ध्यान और चिंतन करता है, उसे किसी प्रकार का दुख नहीं होता है. ऐसा ध्यान और चिंतन करने वाले लोग मृत्यु के बाद जन्म-मृत्यु के बंधन से भी मुक्त हो जाता है।

क्या आत्मा मरती है या मारती है ?

जो कोई भी आत्मा को मरने या मारने वाला समझता है वास्तविकता में वह भटक हुआ होता है उसे सत्य का ज्ञान नहीं होता. क्योकि न तो आत्मा मरती है और नहीं आत्मा किसी को मार सकती है।

क्यों मनुष्य के हृदय में परमात्मा का वास माना जाता है ?

मनुष्य का हृदय बर्ह्म को पाने का स्थान कहलाता है तथा मनुष्य ही परमात्मा को पाने का अधिकारी माना गया है. मनुष्य का हृदय अंगूठे के माप का होता है ,शास्त्रों में ब्रह्म को अंगूठे के आकार का माना गया है. और अपने में परमात्मा का वास मानने वाला व्यक्ति दूसरे के हृदय में भी ब्रह्म को विराजमान मानता है. इसलिए दूसरों की बुराई व घृणा से दूर रहना चाहिए।

आत्मा का स्वरूप कैसा होता है ?

शरीर के नाश होने के साथ अात्मा के जीवात्मा का नाश नहीं होता क्योकि आत्मा अजर अमर है. आत्मा का भोग-विलास, नाशवान, अनित्य और जड़ शरीर से इसका कोई लेना-देना नहीं है. यह अनन्त, अनादि और दोष रहित है. इसका कोई कारण है, न कोई कार्य यानी इसका न जन्म होता है, न मरती है।

यदि कोई व्यक्ति आत्मा- परमात्मा का रहस्य नहीं जनता तो उसे किस प्रकार के फल भोगने पड़ते है ?

जिस तरह बारिश का पानी होता तो एक ही है परन्तु पहाड़ों पर गिरने से वह एक जगह नहीं रुकता तथा नीचे की ओर बहता रहता है. इस प्रकार वह कई प्रकार के रंग रूप, गंध आदि से होकर गुजरता है. ठीक उसी प्रकार परमात्मा से जन्म लेने वाले मनुष्य, प्राणी, देव, सुर, असुर होते तो परमात्मा का ही अस्तित्व, परन्तु अपने आस-पास के वातावरण आदि से घुल-मिल कर वह उसी वातावरण के आदि हो जाते है. बारिश की बूंदों की तरह सुर असुर और दुष्ट प्रवर्ति वाले मनुष्यो को अनेको योनियों में भटकना पड़ता है।

आत्मा निकलने के बाद क्या शरीर में शेष रह जाता है ?

मनुष्य के शरीर से आत्मा निकल जाने के साथ ही साथ उसका इंद्रिय ज्ञान और प्राण दोनों ही निकल जाते है. मनुष्य शरीर में क्या बाकी रह जाता है यह तो दिखाई नहीं देता परन्तु वह परब्रह्म उस शरीर में शेष रह जाता है. जो हर चेतन और प्राणी में विदयमान है।

कैसा है ब्रह्म का स्वरूप और वे कहां और कैसे प्रकट होते हैं ?

ब्रह्म प्राकृतिक गुणों से एकदम अलग हैं, वे स्वयं प्रकट होने वाले देवता हैं. इनका नाम वसु है. वे ही मेहमान बनकर हमारे घरों में आते हैं. यज्ञ में पवित्र अग्रि और उसमें आहुति देने वाले भी वसु देवता ही होते हैं. इसी तरह सभी मनुष्यों, श्रेष्ठ देवताओं, पितरों, आकाश और सत्य में स्थित होते हैं. जल में मछली हो या शंख, पृथ्वी पर पेड़-पौधे, अंकुर, अनाज, औषधि हो या पर्वतों में नदी, झरने और यज्ञ फल के तौर पर भी ब्रह्म ही प्रकट होते हैं. इस प्रकार ब्रह्म प्रत्यक्ष देव हैं।

मृत्यु के बाद आत्मा को क्यों और कौन सी योनियां मिलती हैं?

यमदेव के अनुसार अच्छे और बुरे कामों और शास्त्र, गुरु, संगति, शिक्षा और व्यापार के माध्यम से देखी-सुनी बातों के आधार पर पाप-पुण्य होते हैं. इनके आधार पर ही आत्मा मनुष्य या पशु के रूप में नया जन्म प्राप्त करती है. जो लोग बहुत ज्यादा पाप करते हैं, वे मनुष्य और पशुओं के अतिरिक्त अन्य योनियों में जन्म पाते हैं. अन्य योनियां जैसे पेड़-पौध, पहाड़, तिनके आदि।

क्या है आत्मज्ञान और परमात्मा का स्वरूप ?

यमराज ने नचिकेता को ॐ का प्रतीक ही परमात्मा का स्वरूप बताया. उन्होंने बताया की अविनाशी प्रणव यानि ॐ ही परब्रह्म है. ॐ ही परमात्मा को पाने में अभी आश्रयो में सर्वश्रेष्ठ और अंतिम माध्यम है. सारे वेदो एवं छन्द मंत्रो में ॐ को ही परम रहस्य बताया गया है।

માણસ વાતે વાતે દુખી..

એક વાણીયાએ દુકાન (મોલ) ની શરૂઆત કરી.
આ દુકાનની મુલાકાતે કવિરાજ લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

કવિરાજ હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

વાર્તા પુરી થઈ… હવે
અહીંથી આપણી વારતા શરૂ થાય છે.

આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા.

ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઇને મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ?

ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી…

બગલો કયા શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કેદી મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈદી બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચીને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુખી,
લાઈટ જાય તો દુખી,
ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી,
મોબાઈલનું ચાર્જર બગડે દુખી,
ટીવીનો કેબલ કપાઈ તો દુખી,
મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી,
બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી,
કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય.

જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.
🙏🏻 એક વાર વિચાર જો.

વીર માંગડાવાળો

લેખક :- ઝવેરચંદ મેઘાણી

વીર માંગળા વાળા નો પાળીયો અને એ ઝાડ ભાણવડ માં આવેલ છે.

પાઘડીયુ પચાસ પણ આંટાળી એકેય નય,
એ ઘોડો એ અસવાર, હું ડીઠું નય માંગળા

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર,
મરતા બોલ્યો વિર માંગડો.
સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે.

👉 વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)

👉 માંગડાવાળા અને પદમાવતી ની પે્મ કથા

જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ.

ખૈર મૂળ વાત પર જરા પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.

પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદમા માટે ભટકે છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે.

આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીઍ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. ‘ભુત રુવે ભેંકાર’ નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીઍ.

આશા રાખુ કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન હુ કરતો હોવ છુ જ.

👉 ભૂત રૂવે ભેંકાર

લેખક :- ઝવેરચંદ મેઘાણી

નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા‌. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પર નો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી પાછો જાંખો પડી જાતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ! ઠમ! ઠમ! પડતો હતો, અને નીચાં ઘરના નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં નીચે ખબોચિયામાં પડીને ટપક ! ટપ ! ટપક ! ટપ એવાં ભાત ભાત ના સૂર કાઢી કાંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપ અંધારૂં પથરાઈ ગયું હતું.વાત તો એમ ચાલતી હતી કે –“ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.”શું ચમત્કાર ?” “કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચીંથરે હાલ ચારણ, વાર્તા – કવિતા તો કાંઈ આવડે નહિ, પણ ગામેતી જેવો આયર તે ક્યાંયિક થાવો છે, બા ? સહુને આપે એમ એને પણ શીખ આપી : ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે’તુ નહોતુ : અને ચારણને ઉતાર આવી ગયેલો : એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈ પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો : ઝોલાપરી નદીને કાઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારૂં ઠીકઠીક જામી ગયુ : અને નાડ્યું તુટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો : થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાશ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યુ : ‘લ્યો ગઢવા!’

ગઢવો : ‘આ ક્યાંથી, બાપ ?’

આદમી કહે : ‘કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે.’

ચારણે તરત જ અફીણ ખાધું : જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ: શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એજ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો: ગામેતીને પગે પડીને બોલ્યો : ‘બાય ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો ! મને આજ નવું જીવતર દીધું.ગામેતી અચંબો પામીને કહે : ‘કેમ ભાઈ ?’

‘બાપ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે ?’

‘ના ભાઈ! અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને ! કોણ આવ્યું’તું ?’

‘અરે, બાપ! ધોળે લૂગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો, ને તમારું નામ લીધું! ‘

સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી એટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો !’

“આવો ચમત્કાર બન્યો, ભાઈ !” ઓહોહોહો! હજીયે શું માંગડ વાળાનો છૂટકારો નહિ થયો હોય ? માલધારી એકબીજાને પૂછવા લાગ્યા.

બીજાએ વળી જવાબ દીધો : “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ ! વાસના મટયા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ? ગજબની વાસના હતી માંગડા વાળાની.”

અજાણ્યાએ સવાલ કર્યો : “એ શી વાત હતી, ભાઈ ? માંગડા વાળો કોણ ? ક્યાંનો ?”

“માંગડા વાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય.” વાળાઓ હજી વટલીને કાંઠી નહોતા થયા ઇ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.”

એમ થાતા તો વાતચીતે વાર્તાનુ સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર પર ઝણેણાટી બોલાવતાં એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા :

(અહી, દુહા નથી આપવામાં આવ્યાં સીધો જ તેનો અનુવાદ છે)

(શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરિર ઉપર હથિયાર ચક્ચકાટ કરે; આહા ! સાચા વીરને એક જ વાર મરવાની – મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની – ઝંખના હોય છે.)

અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમકે જતાં જતાં નજરું એક કરી લેવી હતી. છેલ્લીવારના રામરામ કરવા હતા.

ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા.

(હે સ્વામી માંગડા, આપણી જાતતો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાત જાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધા છે.)

માટે –
હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તુ એક વાર ઉપર આવી, દાવ નાંખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.)

“ના, ના, પહ્માવતી ! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજ્થી રોકાવાય નહી. પણ તું વાટ જોજે . હમણાં પાછો વળુ છું. પછી રમી લેશું”

ઘોડો દોડાવી મૂક્યો. ગયો ! ગયો ! ત્રીસ -ત્રીસ ગાઉનો પંથ કાપી નાંખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભુ છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.

જીવતો પાછો જા, વઢિયાની વેળા નહી, રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.

પણ ત્યાં તો –

ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. પહ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયુ કે ભાણ જેઠવાની ફોજ ઝાંખાં મોં લઈને ચાલી આવે છે. પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?

આ પચાસ – પચાસ પાઘડીઓ વાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રિતમ માંગંડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને !

કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે – મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ?

ત્યાં તો –

ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો ..! અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો : હે સતી પહ્માવતી, તારો પ્રીતમ હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળાએ કહ્યું કે, પહ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો!

માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પહ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે.

મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે ! મને એવાં અપશુકન મળ્યાં હશે! એવી હું અભાગણી! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.

ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂંછોવાળો રજપૂત ગામધણી અરસીવાળો વોળાવિયો બનીને આવ્યો છે.

વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે, તે વખતે ટપાક ! ટપાક ! ટપાક ! વડલા ઉપરથી કંઇક ટીપાં પડ્યાં !

અરે ! આ શું ! આકાશમાં ક્યાય વાદળી ન મળે ને મે’ ક્યાંથી ? ના, ના, આતો ટાઢાનહિ, બરડો ખદખદી જાય એવા ઊનાં પાણીના છાંટા : અરે, નારે ના.! આ પાણી નો’ય, આ તો કોઈનું ધગધગતું લોહી !

વોળાવિયો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રૂદન કરે છે. એનુ મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી :

“કોણ છો?”

“ભૂત છુ !”

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

હે રજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આતો ભૂતનાં રૂદન; ભયંકર રૂદન; હૈયાનાં લોહી નીતરી નીતરી એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણ!

“ભૂતડો છો? કોનો ભૂત?”

“ન ઓળખ્યો, કાકા?”

હુ બેટો, તુ બાપ, અરસી, કાં ઓળખ નહીં , પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.

“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હુ દીકરો એટલે તારો પણ હુ દીકરો : ને તુ મારો બાપ : છતાંય હજુય ન ઓળખ્યો ? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી .”

“અરે તું, માંગડો ? બેટા, તું અહીં ક્યાંથી ? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં ?”

ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે –

“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું. ? પહ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામા વિંધાવું પડ્યું . અને , કાકા , હવે તો –

આહીં ભૂતાવળનાં વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યાં છે, તે તારી મદદ વગર નહી ઓલવાય, હે કાકા ! ”

“તે હવે હું શું કરું, બેટા ?”

“મને પાટણ તેડતો જા. મારી પહ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”

“અરે ગાંડા! તું પ્રેત છો. તને કેમ કરી લઈ જાઉં ?”

“બસ, કાકા?”

“હે સગા, આજ તારા સ્નેહની સરવાણી કેમ તૂટી ગઈ ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઉંડાં ઉતરી ગયાં ?”

“ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પહ્માવતીની પાસે મૂક્યા છે.”

“હે સગા, સુખ તો બધું ત્યાં પહ્માવતીની પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યુ છે. હવે હું સળગું છું. મને એક વાર પરણી લેવા દે.”

“શી રીતે ?”

“તમારી જાનનો વરરાજો કદરૂપો છે, ઓ કાકા ! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.”

“પછી ?”

“પછી પાછો વળીને આહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”

કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતનાં વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બી ને આહીં જ ફાટી પડશે ! શું કરું ? વિમાસણ થઈ પડી.

“કાકા !” ભૂતનો અવાજ આવ્યો : “વાણિયાને ભડકાવવા નથી. હુ આંહી મારી મોઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીયે હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”

ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો.

જાનમાં ઘોડાને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ એ જાનૈયાને ભોજન દીધાં.શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આંહીં અંતરીયાળ ગઢ બાંધ્યો હશે!

અરસીએ વાત ઉચ્ચારી : “શેઠીયા, આ કદરૂપો વરરાજો લઇને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહી ઉતારી મેલશું.”

વાણિયા કબૂલ થયા.

(પીઠીભરી કન્યા પહ્માવતી પાટણની મેડીયે બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગ્ન મંડાયેલ છે . હું કોઈને મોંએ મારું અંતર ઉધાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે, નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જવાળાઓ ઓલવવા આવજે.)

જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો.

હથેવાળો મેળવતાં પહ્માવતીએ સામા પુરુષને – પરપુરુષને નહીં, પણ ખુદ માંગડાને – દીઠો.

વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ.આ મરેલું માનવી આંહી ક્યાંથી ? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો ? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો ?પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતા અંધારાંમાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજે ભડકારૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયુ તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પહ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી.

“અરે, હા ! હા ! વહુ દીકરા શું થયું ?”

“રામ રામ છે, વાણિયા ! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું!”

“અરે દીકરી, એ તો બનાવટી હતો!”

“ગમે તે હોય, બીજાનાં મીંઢોળ ન બાંધું”

સમજાવી, પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી.

વેલડાનાં પૈડાંનાં અવાજ સીમાડા સુધી સંભળાઇને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપનાં સૂર બાંધી પૂકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું પ્રેત જેવુ બનીને બિવરાવવા લાગ્યું, અને ‘માંગડા વાળા ! માંગડા વાળા ! માંગડા વાળા !’ એવા ત્રણ સાદ કરીને જ્યારે પહ્મા પોતાના પીયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠીને ભયંકર બની જતી એ એક એક ચિસનાં જવાબમાં ઝડડડ ! ઝડડડ ! એવા ભૂતભડકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા.

(વડલા, તારે પાંદડે ભૂતની જવાળાઓ સળગી ઉઠી છે. હું દિવસરાત એ જ્વાળાઓમાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું ?)

એ રીતે અદૃશ્ય ભૂતનાં ભડકામાં રાતને દિવસ આ એકલવાઇ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે.

એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઇએ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જવાળારૂપે જંગલને સળગાવી રહી છે.

દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પહ્માવતી પાસે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઇ જાય છે. પહ્મા એકલી સળગતી રહે છે.

બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડણાંમાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આજ ભેંસના દૂધે વિયાળુ કરીએ.”

અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ.

અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો,પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.

ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઇને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો.

વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પારોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે; આંહી અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે?

ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણકયા જ કરે છે; જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેય ને ઊંધ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ.

સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજરે કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે.

તાજુબ થઇને બેય બહારવટિયા ચાલી તો નિકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયા, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો :“ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુઃખ મટાડયા વિના ભાગી જશું ! ”

“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.”

રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ ને ઊભા રહ્યા: એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી.

વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું : “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણકયા કરો છો કેમ ?”

“તમને એ જાણીને શો ફાયદો છે ?”

“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું છે ?”

“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો : “જુવાનો.! ડરશો નહીં ને ?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”

છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો : “જુવાનો ! હું માંગડો વાળો !”

“માંગડો વાળો!!!”

મુસાફરોનાં મોંમાં ચીસ દબાઇ રહી.હા, હું ધાંતરવડીનો ધણી માંગડો: કમોતે મૂઓ. ભૂત સરજયો છું. પહ્માને લઇને આંહી એનાં લોહી ચૂસ્તો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈ ને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઇને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ ! ”
“એનો ઇલાજ શો ?”
“તમારાથી બને તો હાડકું ગોતી ને બરછીની કરચ કાઢો, ને મારા હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ.”
એટલું બોલીને ‘આહ ! આહ !’ કરતો યુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા, સવારે એ-ની એ દશા દેખી.
વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.

👉 જેસાજી – વેજાજી

ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબાર ગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી : “ઓહોહોહો ! કેવી કાળી રાત છે !”

પાદશાહે કહ્યું : “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”

“બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઇ રહ્યું છે !”

“કોણ? જેસો-વેજો?”

“હા, ખાવિંદા ! તમારા બાર’વટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ !”

“બેગમ ! અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે ? બખોલોમાં સૂતા હશે?”
“બીજું શું કરે, ખાવિંદ ?તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે?”
“સુણો ! અટાણે એ બેય ભાઈ હાજર થાય, તો માફી આપું, ગામડાં રહેવા પાછાં સોંપીને બાર’વટું પાર પાડું એવું મન થઈ જાય છે.”
“અરેરે! અટાણે ક્યાંથી હોય?”

“સાદ તો કરો !”
“ખાવિંદ, મશ્કરી ?”
“ના , ના , મારા સમ , સાદ તો કરો !”
ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો : “જેસાજીભાઈ ! વેજાજીભાઈ ! ”

નીચેથી જવાબ આવ્યો: “રાણી મા, હાજર છીએ.”
“ઓહોહો ! ભાઈ, આ ટાણે તમે આંહી ક્યાંથી ?”
“પાદશાહની રખેવાળી કરવા, બોન.”
“તમારા શત્રુની રખેવાળી ?”

“હા , બોન!”

“કેમ ?”

“અમારે માથે આળ ચડે તે બીકે.”

“શેનું આળ ?”

“કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે, ને નામ અમારા લેવાય ! અમે રહ્યા બહારવટિયા ! અમારી મથરાવટી જ મેલી, બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”

“વાહ રે મારા વીરાઓ ! રોજ ચોકી કરોછો ?”
“ના, બોન. આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”
પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી . અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો : “જેસાજી ! વેજાજી ! સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે.”
“બાપુ ! દગો તો નહીં થાયને ?”
“રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો.”

👉 એ હોંકારા દેનાર કોણ હતું ? માંગડાવાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને આહીં પાદશાહની દેવડી હેઠળ બાર’વટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને બાર ‘વટિયાનો ઓશિંગણ ભૂત જેસા-વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કોલ મળતાં જ એણે બાર’વટિયાઓને જાણ દીધી.

કચેરીમાં બાર’વટાં પાર પડ્યાં.સામસામાં કસુંબા પીવાણા.

👉 એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ ‘માંગડાનો ડુંગર’ કહેવાય છે.
એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી .સગડીના ઓલવાયી જતાં અંગારામાં નવાં કરગઠિયા નાંખીને તાપણું સતેજ કર્યું

👉 સંકલન અને Post :-
— Vasim Landa ☺
The-Dust Of-Heaven ✍

હકીકત

એક ન માનવામાં આવે એવી સત્યકથા :
=========================

તમે ખોરાક અને પાણી વગર કેટલા સમય સુધી રહી શકો છો?

1 કલાક કે 1 દિવસ કે પછી 10 દિવસ??? આવો મળીએ આપણા એક એવા સંત ને કે જેઓ 76 વર્ષ થી ખોરાક કે પાણી વગર જીવન પસાર કરી રહ્યા છે.

પ્રહલાદભાઈ મગનભાઈ જાની કે જેઓ માતાજી તરીકે ઓળખાય છે જેમનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૯૨૯ માં ગાંધીનગર જીલ્લા ના માણસા તાલુકાના ચરાડા ગામમાં થયો હતો. તેમના કહેવા પ્રમાણે ૧૯૪૦ થી તેઓ એ કઈ પણ ખાધું નથી તેમનું જીવન અંબા માં ના આશીર્વાદ થી જ ચાલે છે.
તેમના કહેવા પ્રમાણે તેમણે 7 વર્ષ ની ઉમરે ઘર છોડ્યું હતું અને તેઓ જંગલ માં રહેવા ચાલ્યા ગયા હતા. ૧૧ વર્ષ ની ઉમરે તેમને એક ધાર્મિક અનુભવ થયો અને તેઓ અંબા માં ના ભક્ત બની ગયા. ત્યાર થી તેઓ સ્ત્રી ભક્ત તરીકે સ્ત્રી વસ્ત્રો પહેરે છે.લાલ કલર ની સાડી, આભૂષણો અને લાંબા વાળ આ એમનું બાહ્ય રૂપ.

1970 થી તેઓ અંબાજી માતા ના મંદિર નજીક જંગલ માં સન્યાસી તરીકે નું જીવન ગાળે છે અને તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠે છે. તેમનો મોટાભાગ નો સમય ધ્યાન માં લગાવે છે.

તેમના પર 2 નિરીક્ષણ ટેસ્ટ પણ કરવામાં આવેલા, જે સુધીર શાહ કે જેઓ અમદાવાદ માં સ્ટરલિંગ હોસ્પિટલ માં ન્યુરોલોજિસ્ટ છે તેમણે કરેલા. આવો જાણીએ શું હતા આ નિરીક્ષણ ટેસ્ટ

શું થયું 2003 માં કરવામાં આવેલા ટેસ્ટ માં??
===============================

2003 માં સુધીર શાહ એ સ્ટરલિંગ હોસ્પિટલ, અમદાવાદ માં પ્રહલાદભાઈ મગનભાઈ જાની ને 10 દિવસ સુધી બંધ રૂમ માં રાખેલા. ડોક્ટર ના જણાવ્યા મુજબ તેમણે નિરીક્ષણ દરમિયાન મળમૂત્ર નો ત્યાગ પણ કરેલો નહિ પરંતુ તેમના મૂત્રાશય માં મુત્ર દેખાયેલું જરૂર. હોસ્પિટલ ના જણાવ્યા પ્રમાણે તેમની શારીરિક સ્થિતિ સામાન્ય હતી. પરંતુ એમના તાળવા માં જે કાણું હતું તે અસામાન્ય સ્થિતિ માં હતું.

શું પરિણામ આવ્યું 2010 ના ટેસ્ટ નું?
===========================

22 એપ્રિલ થી 6 મે 2010 સુધી પ્રહલાદ પ્રહલાદભાઈ મગનભાઈ જાની ને ફરીવાર નિરીક્ષણ માટે રાખવામાં આવેલ અને આ વખતે તો સુધીર શાહ સાથે 35 લોકો ની ડીફેન્સ ઇન્સ્ટીટયુટ ઓફ ફીજીયોલોજી એન્ડ એલાઈડ સાઈન્સ ની ફોજ હતી. તેમના ડાયરેક્ટર ના કેહવા મુજબ આ નિરીક્ષણ માનવ જાતિ, સૈનિકો અને ખગોળ શાસ્ત્રીઓ ને બહુ જ ઉપયોગી થઈ શકે તેમ હતું. ફરી શરૂવાત થઇ નિરીક્ષણ ની એ જ સ્ટરલીંગ હોસ્પિટલ માં. પૂરી ટીમ દરરોજ બ્લડ ટેસ્ટ, સ્કેન અને અન્ય શારીરિક નિરીક્ષણો કરવા માં લાગી ગઈ હતી. તેમણે કેમેરા ની નજર માં રાખી ને બહાર સુર્યપ્રકાશ માં જવા દેવામાં આવતા.

15 દિવસ પછી અને એ પણ કઈ ખાધા કે પીધા વગર તેમના બધા જ મેડીકલ ટેસ્ટ નોર્મલ હતા!! નિરીક્ષણ કરી રહેલી ટીમે તો એવું કહ્યું કે એમની ઉમર ની વ્યક્તિ ની તબિયત જે હોવી જોઈએ તેમની કરતા તો પ્રહલાદભાઈ મગનભાઈ જાની ની તબિયત વધારે સારી છે. છેવટે રીસર્ચ ટીમે વધારે નિરીક્ષણ કરવા માટે પ્લાન બનાવવા નું નક્કી કરેલું કે કઈ રીતે તેમની બોડી માં ઉત્પન્ન થતો વેસ્ટ નષ્ટ થાય છે, કઈ રીતે તેમને જીવવા માટે ની એનર્જી મળે છે અને આપણા સંતે કોઈપણ નિરીક્ષણ કોઈપણ સમયે કરવા માટે હમેશા સહકાર આપશે એવો રસ દાખવેલો.

2006 માં ડીસ્કવરી ચેનલે તેમના પર “ધ બોય વિથ ડિવાઈન પાવર” નામની ડોક્યુમેન્ટ્રી પણ રજુ કરેલી. ઈન્ડીપેન્ડન્ટ ટેલિવિઝન નેટવર્કે તેમના પર આર્ટીકલ અને વિડીયો 2010 માં થયેલા ટેસ્ટ ના આધારે રજુ કરેલો. 2010 માં પ્રહલાદભાઈ મગનભાઈ જાની ઓસ્ટ્રીયન ડોક્યુમેન્ટ્રી “ ઇન ધી બીગીનીંગ ધેર વોઝ લાઈટ” પણ દેખાયેલા.

નોંધ.:ચુંદડીવાળા માતાજીની છેલ્લી ઈચ્છા છે કે ખુબ લાંબુ આયુષ્ય જીવીને મનુષ્ય માત્રની ખુબ સેવા કરવી…..

🚩🚩જય માતાજી જય અંબે જય જગદંબે🚩🚩

વિર બાબા હરભજનસિંહ

એક મૃત બાબા, જેને ચુકવાય છે પગાર અને અપાય છે એસીની ટીકીટ.

ભારતીય મંદિરો ઉપરાંત આસ્થા અને અંધવિશ્વાસનો દેશ પણ છે. મંદિરો સુધીની વાત તમે સમજી ગયા હશો, પરંતુ જ્યારે વાત આસ્થા અને અંધવિશ્વાસની આવે તો ના શબ્દ મુખ પર આવી જાય તે સ્વાભાવિક છે. આને આસ્થા કહેવામાં આવે કે અંધવિશ્વાસ ભારતમાં એવા અનેક સ્થળો છે, જ્યાં તમે લોકોને માથુ ટેકવા, ચાદર ચઢાવતા, અગરબત્તી અને મીણબત્તી પ્રજવલ્લિત કરતા અથવા તો ફૂલોને વિસર્જિત કરતા જોયા હશે. આ સ્થળોની સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્થળો પર લોગોની માનતાઓ પૂર્ણ પણ થાય છે. આજે અમે તમને જણાવીશું 1967માં મૃત્યુ પામનારા એ ફૌજી બાબા હરભજન સિંહની મજાર અંગે, જેને માત્ર આસ્થા અને વિશ્વાસના કારણે આજે પણ ભારત સરકાર પોતાના ખર્ચ પર એસી ફર્સ્ટ ક્લાસથી ઘરે મોકલે છે.

આ અદભૂત મંદિરનું નામ છે, બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર, આ મંદિર ગંગટોકના જેલેપ્લા દર્રે અને નાથુ લા દર્રેની વચ્ચે સ્થિત છે અને એક લોકપ્રિય તીર્થ કેન્દ્ર છે, જ્યાં દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ આવે છે. એવું માનવામાં આવે છે કે, મંદિરમાં મનોકામના પૂર્ણ કરવાની શક્તિઓ છે, મંદિરમાં આવતા ભક્તો મંદિરમાં પાણીની એક બોટલ છોડી છે અને પરત ફરતી વખતે તેને લઇ લે છે. આ મંદિર પાછળ એક રોચક કથા છે. કહેવામાં આવે છે કે, આ મંદિર 23મી પંજાબ રેજિમેન્ટના સૈનિક, બાબા હરભજન સિંહની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે, જે અંદાજે 35 વર્ષ પહેલા ડેંગ ઢુકલા તરફ ખચ્ચરોના એક ઝુંડને લઇ જતી વખતે ત્યાંથી લાપતા થઇ ગયા હતા.

ત્યાર બાદ શોધખોળ આદરવામાં આવી હતી અને ત્રણ દિવસ બાદ બાબાનો મૃતદેહ મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, તેમનું શરીર એટલા માટે શોધી શકાયું કારણ કે, તેમણે લોકોના સ્વપ્નમાં આવીને પોતાના મૃતદેહ સુધી લોકોને પહોંચાડ્યા હતા અને એકવાર બાબાના સહયોગીઓએ તેને સ્વપ્નમાં જોયા અને પછી તેની યાદમાં મંદિર બનાવડાવ્યું.

આ સમય હતો, જ્યારે મંદિર અસ્તિત્વમાં આવ્યું. મંદિરમાં તેમની સ્મૃતિની એક સમાધી છે અને કહેવામાં આવે છે કે, તે મંદિરમાં આવે છે અને દરરોજ રાત્રે ચક્કર લાગવે છે. એવુ પણ માનવામાં આવે છે કે, આજે પણ તે ડ્યૂટી પર છે અને ભારત ચીન સીમા પર તૈનાન સૈનિકોના જીવનની રક્ષા કરે છે.

દર વર્ષે રજા પર જાય છે બાબા
આ સ્થળની સૌથી ખાસ વાત એ છે કે અહીં દર વર્ષે બાબા હરભજન સિંહને 14 સપ્ટેમ્બરે તેમના વાર્ષિક છૂટ્ટી આપવામાં આવે છે અને બાબા પંજાપ સ્થિત પોતાના પૈતૃક ગામ કપૂરથલા જાય છે. આ દરમિયાન બાબાના સંપૂર્ણ સામાનને સરકારી જીપમાં લાદીને સેનાના બે સૈનિકોની દેખરેખમાં રેલવે સ્ટેશન લાવવામાં આવે છે, જ્યાં પહેલાથી જ એસી ફર્સ્ટ ક્લાસની ત્રણ ટીકીટ બૂક હોય છે.

આ દરમિયાન બાબાના પરિવારને બાબાની વર્ષ ભરની સેલરી પણ આપવામાં આવે છે, નોંધનીય છે કે આ દરમિયાન રેલવે સ્ટેશન પર કોઇ તહેવાર જેટલી ભીડ હોય છે અને લોકો બાબાના સામાનને જોવા માટે રીતસરના ગાંડા થાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ બાબા હરભજન સિંહ અને તેમના મંદિર અંગે…

કિમત થી કદર સુધી

*”કિંમત” થી “કદર” સુધી.*….👇👇👇

૧. ચા-કોફી
૨. કોરો નાસ્તો
૩. રોટલી-શાક
૪. દાળ-ભાત
૫. ખીચડી-કઢી
૬. થેપલાં-ઢેબરા-માખણ-મરચા
૭. હાંડવો-વડા
૮. ઢોંસા
૯. ઊત્તપા
૧૦. ઈડલી
૧૧. ભાજી-પાવ
૧૨. ચણા-પુરી
૧૩. કટલેટ
૧૪. બટાકાવડા
૧૫. આલુપરોઠા
૧૬. મેંદુ-વડા
૧૭. રસ-વડા
૧૮. દહીં-વડા
૧૯. ભજીયા-ગોટા
૨૦. દાલ-બાટી
૨૧. મેક્રોની-પાસ્તા-મેગી
૨૨. ઢોકળા
૨૩. ખમણ-ખમણી-ખાંડવી
૨૪. સમોસા-કચોરી
૨૫. ગાંઠીયા-ફાફડા-જલેબી
૨૬. સ્વીટ્સ-લસ્સી-મિલ્કશેઇક-કૅક
૨૭. સૂપ-સલાડ
૨૮. પીઝા-સેન્ડવિચ-વડાપાવ-દાબેલી-પાણીપુરી-ભેળ-પેટીસ-સેવસળ
૨૯. ચાઈનીઝ
૩૦. પંજાબી
અને છાશ- મુખવાસ.

*મજાનું લિસ્ટ છે..! નહિં?*

કોણ બનાવે છે આ બધું?

*”પત્ની.”*

રાઈટ?.

અચ્છા, હવે એક કામ કરો.
આ બધી વાનગીઓ ની એક એક પ્લેટની કિંમતનો સરવાળો કરો…

આ સરવાળાને ચાર વડે ગુણો,

(ઘરનાં એવરેજ સભ્યોની સંખ્યા.).

હજુય એ કિંમતને બે વડે ગુણો,

(બે ટાઈમનું જમવાનું.).

[જેવું-તેવું તો આપણે જમતાં નથી.. એટલે કોઇ સારી મિડલક્લાસ રેસ્ટોરેન્ટની વાનગીની એક ડિશની કિંમત ધ્યાનમાં લેવી.].

હવે જે રકમ આવે એની સરખામણી કરો…

કે શું દર મહિને એટલા રૂપિયાનું *”પત્ની”* નું લાઈફ ઈન્શ્યોરન્સ કે મેડિક્લેઈમ નું પ્રીમિયમ ભર્યું? –

*”ના”*

કેમ? એ કમાતી નથી એટલે અગત્યની નથી?

ચલો મૂકો એ બધું….
એટલી રકમનું “પત્ની.”નાં નામનું ખાલી SIP (Systematic invest plan)એકાઉન્ટ ખોલાવ્યું હોય ને…!

તોય બૉસ્સ… ખાલી પાંચ વર્ષ
પછી એ રાંધવા વાળી તમને
વિદેશ ફરવા લઈ જાય.

(વિશ્વાસ ન આવતો હોય.. તો એને જ પૂછી જુઓ. એમની ગણતરી તમારા કરતાં વધારે પાકી હોય.એમાંય એ તો બિચારી ‘પાંચ’ની બદલે ‘ચાર’ વર્ષ બોલશે.)

આવી ગણતરી કરીને ‘ઘરની સ્ત્રી’
ની ‘કિંમત’ ન કરવી જોઇએ… પણ હા, ‘

*’કદર’ જરૂર કરી શકાય.*

અને જો ના કરી શકો ને..
તો એક વાત સમજો..
તમે એમને અફોર્ડ કરી શકવાને લાયક નથી…
અને જો અફોર્ડ ન કરી શકો….
તો એનોય એને વાંધો નથી..

*બસ, કમસેકમ એનું અપમાન ન કરો. જીવન સફળ.*

બસ આટલું સમજી જાઓ પુરૂષો..

પછી જુઓ..
‘કદર’નાં કોળિયા કેટલાં મીઠા લાગે છે! –

*’કિંમત’ થી ‘કદર’ સુધી.*

“સ્ત્રીના શરીરમાંથી નીકળીને, સ્ત્રીના હાથોમાં ઉછરી, સ્ત્રીની જુવાની ખાઈને, જ્યારે તાકતવર બની જાવ છો ત્યારે સ્ત્રી જ તમને અક્કલ વિનાની, કમજોર અને અનપઢ નજર આવે છે !!”

દરેક પુરુષ ને સમજવા જેવું…

🙏🙏

કર્મ નો સંગાથી બીજુ કોઈ નથી.

હું તકલીફ માં હોવ ત્યારે આ મેસેજ એક થી બેવાર જરૂર વાંચું છું

*શ્રીકૃષ્ણ* ભગવાન ની કથા એમ કહે છે
કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી.
પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા

કોઈ પ્રસંગ માં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા,

પણ મારા જીવન માં આટલી બધી તકલીફો કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ પણ કોઈ ને પણ પોતાની
જન્મકુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી,

ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ક્યાંય ચાલવા ની માનતા કરી, કે કોઈ માતાજી ના ભુવા પાસે દાણા જોવડાવ્યા,

મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે

તેમણે તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મો નો.

યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા,

ત્યારે ભગવાન *શ્રીકુષ્ણ* એ ના તો અર્જુન ના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો કે તાવીજ તેને આપ્યા,
આ તારું યુદ્ધ છે અને તારેજ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું,

અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી।

બાકી *શ્રીકુષ્ણ* ભગવાન ખુદ મહાન યોદ્ધા હતા.
તેઓ એકલા હાથે આખી કૌરવો ની સેના ને હરાવી શકે તેમ હતા,પણ ભગવાને શસ્ત્ર હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી ( માર્ગદર્શક ) બનવા તૈયાર હતા.

આ રીતે ભગવાન *શ્રીકૃષ્ણ* મને સમજાવે છે કે જો દુનિયા ની તકલીફો માં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ

તારી તકલીફો ને હું હળવી કરી નાખીશ અને તને માર્ગદર્શન પણ આપીશ,

કદાચ આજ ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે.

જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાન ને એટલીજ વિનંતી કરું કે ભગવાન મારી તકલીફો થી લડવાની મને શક્તિ આપજો,

નહિ કે ભગવાન મારી તકલીફો થી છુટકારો આપજો,

ભગવાન મારી પાસે ઉપવાસ નથી માંગતા
નહિ કે તું ચાલતો આવ કે બીજું કઈ,

ભગવાન માંગે છે તો મારુ સ્વાર્થ વગર નુ કર્મ,….

માટે મારે કર્મ કરતા રહેવું.
🙏*જય શ્રીકૃષ્ણ*🙏

પકોડા રાજનીતિ

આ લેખનો એક-એક શબ્દ વિચારણા માગી લે એવો છે. લાલ-ગેંગ દેશમાં જે અપપ્રચાર કરે છે, જે રીતે ભજિયા વેચવા જેવા મહેનતભર્યા કામને ફાલતુ ગણાવી સરકારને બદનામ કરવા મથે છે તેની સામે આ લેખ અત્યંત સચોટ જવાબ છે… વાંચો અને ફેલાવો.
————————————————————-
भारत में अभी भी पकौड़े और चाय में बहुत स्कोप है साहब

“साधु ऐसा चाहिए जैसा सूप सुभाय। सार सार को गहि रहै थोथा दे उड़ाय।।” कबीर दास जी भले ही यह कह गए हों,
लेकिन आज सोशल मीडिया का जमाना है जहाँ किसी भी बात पर ट्रेन्डिंग और ट्रोलिंग का चलन है। कहने का आशय तो आप समझ ही चुके होंगे। जी हाँ, विषय है मोदी जी का वह बयान जिसमें वो “पकौड़े बेचने” को रोजगार की संज्ञा दे रहे हैं। हालांकि इस पर देश भर में विभिन्न प्रतिक्रियाएँ आईं लेकिन सबसे अधिक ध्यान आकर्षित किया देश के पूर्व वित्त मंत्री पी चिदंबरम के बयान ने जिसमें वो इस क्रम में भीख माँगने को भी रोजगार कह रहे हैं। विपक्ष में होने के नाते उनसे अपनी विरोधी पार्टी के प्रधानमंत्री के बयानों का विरोध अपेक्षित भी है और स्वीकार्य भी किन्तु देश के भूतपूर्व वित्त मंत्री होने के नाते उनका विरोध तर्कयुक्त एवं युक्तिसंगत हो, इसकी भी अपेक्षा है। यह तो असंभव है कि वे रोजगार और भीख माँगने के अन्तर को न समझते हों लेकिन फिर भी इस प्रकार के स्तरहीन तर्कों से विरोध केवल राजनीति के गिरते स्तर को ही दर्शाता है।
सिर्फ चिदंबरम ही नहीं देश के अनेक नौजवानों ने पकौड़ों के ठेले लगाकर प्रधानमंत्री के इस बयान का विरोध किया। हार्दिक पटेल ने तो सभी हदें पार करते हुए यहां तक कहा कि इस प्रकार की सलाह तो एक चाय वाला ही दे सकता है। वैसे “आरक्षण की भीख ” के अधिकार के लिए लड़ने वाले एक 24 साल के नौजवान से भी शायद इससे बेहतर प्रतिक्रिया की अपेक्षा नहीं थी।
दरअसल जो लोग इस प्रकार की बयानबाजी कर रहे हैं वो यह भूल रहे हैं कि इस धरती के हर मानव का सिर उठाकर स्वाभिमान से अपनी जीविका कमाना केवल उसका अधिकार नहीं है, जिसके लिए वो सरकार को जिम्मेदार मानते हैं बल्कि यह तो उसका स्वयं अपने और अपने परिवार के प्रति उसका दायित्व भी है।
“गरीब पैदा होना आपकी गलती नहीं है लेकिन गरीब मरना आपका अपराध है” बिल गेट्स , माइक्रोसोफ्ट के अध्यक्ष एवं पर्सनल कम्प्यूटर क्रांति के अग्रिम उद्यमी के यह शब्द अपने भीतर कहने के लिए कम लेकिन समझने के लिए काफी कुछ समेटे हैं।
यह बात सही है कि हमारे देश में बेरोजगारी एक बहुत ही बड़ी समस्या है लेकिन पूरे विश्व में एक हमारे ही देश में बेरोजगारी की समस्या हो,ऐसा नहीं है।
लेकिन यहाँ हम केवल अपने देश की बात करते हैं। तो सबसे मूल प्रश्न यह है कि स्वामी विवेकानन्द के इस देश का नौजवान आज आत्मनिर्भर होने के लिए सरकार पर निर्भर क्यों है? वो युवा जो अपनी भुजाओं की ताकत से अपना ही नहीं बल्कि देश का भविष्य भी बदल सकता है, वो आज अपनी क्षमताओं, अपनी ताकत, अपनी योग्यता, अपने स्वाभिमान सभी कुछ ताक पर रखकर एक चपरासी तक की सरकारी नौकरी के लिए लाखों की संख्या में आवेदन क्यों करता है? जिस देश में जाति व्यवस्था आज भी केवल एक राजनैतिक हथियार नहीं बल्कि समाज में अमीर गरीब से परे ऊँच नीच का आधार है उस देश में ब्राह्मण राजपूत ठाकुर आदि जातियों तक के युवकों में सरकारी चपरासी तक बनने की होड़ क्यों लग जाती है?
ईमानदारी से सोच कर देखिए, यह समस्या बेरोजगारी की नहीं मक्कारी की है जनाब!
क्योंकि आज सबको हराम दाड़ लग चुकी है। सबको बिना काम के बिना मेहनत के सरकारी तनख्वाह चाहिए और इसलिए प्रधानमंत्री का यह बयान उन लोगों को ही बुरा लगा जो बेरोजगार बैठकर सरकार और अपने नसीब को तो कोस सकते हैं, जाति और धर्म का कार्ड खेल सकते हैं लेकिन गीता पर विश्वास नहीं रखते, कर्म से अपना और अपने देश का नसीब बदलने में नहीं देश को कोसने में समय बरबाद कर सकते हैं।
शायद बहुत कम लोग जानते होंगे कि रिलायंस समूह जो कि आज देश का सबसे बड़ा औद्योगिक घराना है, उसकी शुरुआत पकौड़े बेचने से हुई थी। जी हाँ अपने शुरुआती दिनों में धीरूभाई अँबानी सप्ताहांत में गिरनार की पहाड़ियों पर तीर्थ यात्रियों को पकौड़े बेचा करते थे! स्वयं गाँधी जी कहते थे कि कोई भी काम छोटा या बड़ा नहीं होता सोच होती है।
आज जरूरत देश के नौजवानों को अपनी सोच बदलने की है। आज समय इंतजार करने का नहीं उठ खड़े होने का है। एक दिन में कोई टाटा बिड़ला नहीं बनता और न ही बिना संघर्ष के कोई अदानी या अंबानी बनता है। बिल गेट्स धीरूभाई अंबानी जमशेदजी टाटा जैसे लोगों ने अपनी अपनी सरकारों की ओर ताकने के बजाय खुद अपने लिए ही नहीं बल्कि देश में लाखों लोगों के लिए रोजगार के अवसर पैदा कर दिए।
तो आवश्यकता है देश के वर्तमान परिप्रेक्ष्य में प्रधानमंत्री की बात समझने की न कि तर्क हीन बातें करने की।
इस बात को समझने की, कि जीतने वाले कोई अलग काम नहीं करते बल्कि उसी काम को “अलग तरीके” से करते हैं, शिव खेडा ।
वैसे भी अगर इस देश का एक नौजवान पकौड़े बेचकर विश्व के पटल पर अपनी दस्तक दे सकता है और एक चाय वाला प्रधानमंत्री बन सकता है तो विशेष बात यह है कि भारत में अभी भी पकौड़े और चाय में बहुत स्कोप है।
और मोदी जी के विरोधियों को एक सलाह, कि वे मोदी विरोध जरा संभल कर करें क्योंकि मोदी भारतीय चाय, खिचड़ी और योग को विश्व में स्वीकार्यता दिलाने का श्रेय पहले ही ले चुके हैं अब उनके विरोधी भारतीय पकौड़ों को भी वैश्विक पहचान दिलाने का श्रेय उन्हीं के नाम करने पर तुले हैं।
જય હિન્દ
વંદે માતરમ્
કમલેશ સાંગાણી જુનાગઢઆ લેખનો એક-એક શબ્દ વિચારણા માગી લે એવો છે. લાલ-ગેંગ દેશમાં જે અપપ્રચાર કરે છે, જે રીતે ભજિયા વેચવા જેવા મહેનતભર્યા કામને ફાલતુ ગણાવી સરકારને બદનામ કરવા મથે છે તેની સામે આ લેખ અત્યંત સચોટ જવાબ છે… વાંચો અને ફેલાવો.
————————————————————-
भारत में अभी भी पकौड़े और चाय में बहुत स्कोप है साहब

“साधु ऐसा चाहिए जैसा सूप सुभाय। सार सार को गहि रहै थोथा दे उड़ाय।।” कबीर दास जी भले ही यह कह गए हों,
लेकिन आज सोशल मीडिया का जमाना है जहाँ किसी भी बात पर ट्रेन्डिंग और ट्रोलिंग का चलन है। कहने का आशय तो आप समझ ही चुके होंगे। जी हाँ, विषय है मोदी जी का वह बयान जिसमें वो “पकौड़े बेचने” को रोजगार की संज्ञा दे रहे हैं। हालांकि इस पर देश भर में विभिन्न प्रतिक्रियाएँ आईं लेकिन सबसे अधिक ध्यान आकर्षित किया देश के पूर्व वित्त मंत्री पी चिदंबरम के बयान ने जिसमें वो इस क्रम में भीख माँगने को भी रोजगार कह रहे हैं। विपक्ष में होने के नाते उनसे अपनी विरोधी पार्टी के प्रधानमंत्री के बयानों का विरोध अपेक्षित भी है और स्वीकार्य भी किन्तु देश के भूतपूर्व वित्त मंत्री होने के नाते उनका विरोध तर्कयुक्त एवं युक्तिसंगत हो, इसकी भी अपेक्षा है। यह तो असंभव है कि वे रोजगार और भीख माँगने के अन्तर को न समझते हों लेकिन फिर भी इस प्रकार के स्तरहीन तर्कों से विरोध केवल राजनीति के गिरते स्तर को ही दर्शाता है।
सिर्फ चिदंबरम ही नहीं देश के अनेक नौजवानों ने पकौड़ों के ठेले लगाकर प्रधानमंत्री के इस बयान का विरोध किया। हार्दिक पटेल ने तो सभी हदें पार करते हुए यहां तक कहा कि इस प्रकार की सलाह तो एक चाय वाला ही दे सकता है। वैसे “आरक्षण की भीख ” के अधिकार के लिए लड़ने वाले एक 24 साल के नौजवान से भी शायद इससे बेहतर प्रतिक्रिया की अपेक्षा नहीं थी।
दरअसल जो लोग इस प्रकार की बयानबाजी कर रहे हैं वो यह भूल रहे हैं कि इस धरती के हर मानव का सिर उठाकर स्वाभिमान से अपनी जीविका कमाना केवल उसका अधिकार नहीं है, जिसके लिए वो सरकार को जिम्मेदार मानते हैं बल्कि यह तो उसका स्वयं अपने और अपने परिवार के प्रति उसका दायित्व भी है।
“गरीब पैदा होना आपकी गलती नहीं है लेकिन गरीब मरना आपका अपराध है” बिल गेट्स , माइक्रोसोफ्ट के अध्यक्ष एवं पर्सनल कम्प्यूटर क्रांति के अग्रिम उद्यमी के यह शब्द अपने भीतर कहने के लिए कम लेकिन समझने के लिए काफी कुछ समेटे हैं।
यह बात सही है कि हमारे देश में बेरोजगारी एक बहुत ही बड़ी समस्या है लेकिन पूरे विश्व में एक हमारे ही देश में बेरोजगारी की समस्या हो,ऐसा नहीं है।
लेकिन यहाँ हम केवल अपने देश की बात करते हैं। तो सबसे मूल प्रश्न यह है कि स्वामी विवेकानन्द के इस देश का नौजवान आज आत्मनिर्भर होने के लिए सरकार पर निर्भर क्यों है? वो युवा जो अपनी भुजाओं की ताकत से अपना ही नहीं बल्कि देश का भविष्य भी बदल सकता है, वो आज अपनी क्षमताओं, अपनी ताकत, अपनी योग्यता, अपने स्वाभिमान सभी कुछ ताक पर रखकर एक चपरासी तक की सरकारी नौकरी के लिए लाखों की संख्या में आवेदन क्यों करता है? जिस देश में जाति व्यवस्था आज भी केवल एक राजनैतिक हथियार नहीं बल्कि समाज में अमीर गरीब से परे ऊँच नीच का आधार है उस देश में ब्राह्मण राजपूत ठाकुर आदि जातियों तक के युवकों में सरकारी चपरासी तक बनने की होड़ क्यों लग जाती है?
ईमानदारी से सोच कर देखिए, यह समस्या बेरोजगारी की नहीं मक्कारी की है जनाब!
क्योंकि आज सबको हराम दाड़ लग चुकी है। सबको बिना काम के बिना मेहनत के सरकारी तनख्वाह चाहिए और इसलिए प्रधानमंत्री का यह बयान उन लोगों को ही बुरा लगा जो बेरोजगार बैठकर सरकार और अपने नसीब को तो कोस सकते हैं, जाति और धर्म का कार्ड खेल सकते हैं लेकिन गीता पर विश्वास नहीं रखते, कर्म से अपना और अपने देश का नसीब बदलने में नहीं देश को कोसने में समय बरबाद कर सकते हैं।
शायद बहुत कम लोग जानते होंगे कि रिलायंस समूह जो कि आज देश का सबसे बड़ा औद्योगिक घराना है, उसकी शुरुआत पकौड़े बेचने से हुई थी। जी हाँ अपने शुरुआती दिनों में धीरूभाई अँबानी सप्ताहांत में गिरनार की पहाड़ियों पर तीर्थ यात्रियों को पकौड़े बेचा करते थे! स्वयं गाँधी जी कहते थे कि कोई भी काम छोटा या बड़ा नहीं होता सोच होती है।
आज जरूरत देश के नौजवानों को अपनी सोच बदलने की है। आज समय इंतजार करने का नहीं उठ खड़े होने का है। एक दिन में कोई टाटा बिड़ला नहीं बनता और न ही बिना संघर्ष के कोई अदानी या अंबानी बनता है। बिल गेट्स धीरूभाई अंबानी जमशेदजी टाटा जैसे लोगों ने अपनी अपनी सरकारों की ओर ताकने के बजाय खुद अपने लिए ही नहीं बल्कि देश में लाखों लोगों के लिए रोजगार के अवसर पैदा कर दिए।
तो आवश्यकता है देश के वर्तमान परिप्रेक्ष्य में प्रधानमंत्री की बात समझने की न कि तर्क हीन बातें करने की।
इस बात को समझने की, कि जीतने वाले कोई अलग काम नहीं करते बल्कि उसी काम को “अलग तरीके” से करते हैं, शिव खेडा ।
वैसे भी अगर इस देश का एक नौजवान पकौड़े बेचकर विश्व के पटल पर अपनी दस्तक दे सकता है और एक चाय वाला प्रधानमंत्री बन सकता है तो विशेष बात यह है कि भारत में अभी भी पकौड़े और चाय में बहुत स्कोप है।
और मोदी जी के विरोधियों को एक सलाह, कि वे मोदी विरोध जरा संभल कर करें क्योंकि मोदी भारतीय चाय, खिचड़ी और योग को विश्व में स्वीकार्यता दिलाने का श्रेय पहले ही ले चुके हैं अब उनके विरोधी भारतीय पकौड़ों को भी वैश्विक पहचान दिलाने का श्रेय उन्हीं के नाम करने पर तुले हैं।
જય હિન્દ
વંદે માતરમ્
કમલેશ સાંગાણી જુનાગઢ